HomeGujaratમોરબીના બેલા ગામના , ખોખરા હનુમાન ધામમાં બાળસંભાળ ગૃહ ની સ્થાપના કરાઈ

મોરબીના બેલા ગામના , ખોખરા હનુમાન ધામમાં બાળસંભાળ ગૃહ ની સ્થાપના કરાઈ

મોરબી ખોખરા હનુમાનધામના પરિસરમાં મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી દ્વારા નિરાશ્રિત બાળકોના ઉછેર માટે બાળસંભાળ ગૃહની સ્થાપના કરવામાં આવેલ છે. મોરબી જીલ્લાના એવા કોઈ પણ બાળકો કે જેને જવાબદારી પૂર્વક સંભાળનાર ન હોય તેના ઉછેરની સંપૂર્ણ વ્યવસ્થા, નિવાસ, ભોજન, અભ્યાસ વગેરે જેવી સુવિધાયુક્ત બાળસંભાળ ગૃહ, સમાજ સુરક્ષા વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત “સદ્વગુરુ વાત્સલ્ય વાટીકા”માં કરવામાં આવેલ છે.

સંસ્થા દ્વારા આ બાળકો માટે, વિનામુલ્યે સર્વાંગી વિકાસના હેતુથી આવા બાળકોની અઢાર (0થી 18)વર્ષ સુધીની જવાબદારી સંસ્થા દ્વારા નિભાવવામાં આવશે. જે સમાજ સુરક્ષા વિભાગ તથા બાળસુરક્ષા વિભાગના બાળકિશોર ન્યાય અધિનિયમ ૨૦૧૫ના માપદંડ મુજબ ચલાવવામાં આવશે. મોરબી જીલ્લાના સમાજ સેવી નાગરિકોને વિશેષ માહિતી માટે સંસ્થાના મોબાઈલ નંબર (9904955552) અથવા (9898255055) ઉપર સંપર્ક કરવા અપીલ કરાઈ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW