માળિયા મીયાણા તાલુકાના કાજરડા ગામના એક શખ્સને સોશ્યલ મીડિયામાં બીજાના લાયસન્સવાળા હથીયારના ફોટો પાડી તેનાથી સીન સપાટા નાખવા ભારે પડ્યા હતા એસઓજીની ટીમે બે શખ્સ સામે ગુન્હો નોધી તેની ધરપકડ કરી હતી તેમજ હથીયાર જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની મળતી માહિતી મુજબ માળિયા મિયાણા તાલુકાના કાજરડા ગામમાં રહેતા હનીફભાઇ અબ્બાસભાઇ ભટ્ટી પાસે હથીયાર રાખવા અંગેનું લાયસન્સ ન હોવા છતાં અનવરભાઇ હાજીભાઇ કટીયા નામના શખ્સનું હથીયાર લઇ તેના ફોટો પાડી સમાજમાં ભય ફેલાવવાનું કૃત્ય કર્યું હતું જે અંગે ની પોલીસને જાણ થતા તેના વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી જે બાદ એસઓજીની ટીમે ફોટો પાડનાર શખ્સ હનીફ ભટ્ટી તેમજ જેના નામનું લાયસન્સ હતું તે અનવર હાજીની ધરપકડ કરી હતી તેમજ હથીયાર જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

