રાજ્યના ખેડૂતોને વધુને વધુ સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં આગામી બે વર્ષમાં નવા ૧૨ ચેકડેમનું નિર્માણ કરાશે. તેમ જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું ,
હાલ ગુજરાત રાજ્યની વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા બજેટ રજુ કર્યા બાદ તેના પર વિધાનસભામાં ચર્ચા કરાઈ તો હાલ વિધાનસભા સદસ્યો દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નોના જેતે વિભાગના મંત્રી દ્વારા જવાબ રજુ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રશ્નોત્તરીની ચર્ચા દરમિયાન મોરબી જિલ્લાના12 નવા ચેકડેમના નિર્માણ કરવામાં આવશે તેવો જવાબ રાજ્ય જળ સંપતી મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું જેમાં રાજ્યમાં જળ સંચય થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ચેકડેમો બાંધવાનું આયોજન કરીને અભિયાન હાથ ધરાયું છે. જેના પરિણામે આજે રાજ્યમાં બે લાખથી વધુ ચેકડેમોનું નિર્માણ કરાયું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ૧૨ ચેકડેમો બનાવાશે ચેક ડેમના નિર્માણ થવાથી મોરબી જિલ્લાના ૯૦૦ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ થશે

