મોરબી એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ સમયે મોબાઈલ ચોરી તેમજ ગુમ થવા અંગેની ફરિયાદ નોધાઇ હતી આ ફરિયાદ આધારે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ CEAR અંતર્ગત ખાસ ડ્રાઈવ ચલાવી હતી અને ખોવાયેલ મોબાઈલની શોધ શરૂ કરી હતી અને ટેકનીકલ સેલની મદદથી પોલીસે 63 મોબાઈલ શોધી કાઢ્યા હતા તેમજ મૂળ માલિકને પરત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે રૂ 11.53 લાખની કિંમતના 63 મોબાઈલ મૂળ માલિકને સોપ્યા હતા

