HomeGujaratવાંકાનેર શહેરમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ જિલ્લા કલેકટરે ભારે વાહનના પ્રવેશ પર...

વાંકાનેર શહેરમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ જિલ્લા કલેકટરે ભારે વાહનના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો

વાંકાનેર શહેરમાં સતત વધી રહેલા વાહનોની અવર જવારના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે જેના કારણે મુખ્ય ચોક વિસ્તારમાં નાના મોટા અકસ્માતના બનાવ પણ સામે આવી રહ્યા છે અને આ કારણે સ્થાનિક તંત્ર દ્વારા વાંકાનેર શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિ બંધ મુકવા અંગે જિલ્લા કલેકટરનર દરખાસ્ત કરવામાં અઆવી હતી અને તેને ધ્યાને લઇ  જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.શહેરમાં તમામ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

     આ જાહેરનામા અનુસાર તા: ૧૬-૦૩-૨૦૨૪ સુધી સવારના  ૮:૦૦ કલાક થી રાત્રિના  ૧૦:૦૦ ક્લાક સુધી વાહનો પસાર થવા પ્રતિબંધ ફરમાવેલ છે. હવેથી, દિવાનપરા અમરસિંહજી બાપુના સ્ટેચ્યુચોકથી માર્કેટ ચોક (પુલ દરવાજા), ભમરીયા કુવા, લક્ષ્મીપરા ચોક ધર્મચોક, જીનપરા ચોક નેશનલ હાઇવે તરફથી વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહીં. રાજકોટ રોડ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ થી ૨૫ વારીયા, લક્ષ્મીપરા ચોક, ધર્મચોક, જીનપરા ચોક નેશનલ હાઇવે તરફથી વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહીં. જીનપરા ચોક નેશનલ હાઇવે થી સીટી સ્ટેશન રોડ ગ્રીનચોક, મેન બજાર, હરિદાસ રોડ,ચાવડી ચોક, માર્કેટ ચોક (પુ લ દરવાજા), અમરસિંહજી બાપુ ના સ્ટેચ્યુ – વાંકાનેર શહેરમાંથી બહાર રાજકોટ તરફ જઈ શકાશે નહીં. જીનપરા ચોક નેશનલ હાઇવે થી ધર્મચોક, લક્ષ્મી પરાચોક,૨૫ વારિયા,સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ- રાજકોટ તરફ જઈ શકાશે નહીં.

        વૈકલ્પિક વ્યવસ્થા મુજબ,રાજકોટ શહેર તરફથી આવતા ભારે વાહનો અમરસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ થી બસ સ્ટેન્ડ રોડ થી દિવાનપરા રોડ થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુથી સરકારી હોસ્પિટલ રોડ થઈ રાતીદેવરી-જડેશ્વર રોડ થઈ રાતીદેવરી ગામની ચોકડી થી પંચાસર રોડ થઈ હશનપર બ્રિજથી નેશનલ હાઇવે તરફ આવી જઈ શકાશે.મોરબી તરફથી આવતા ભારે વાહનો નેશનલ હાઇવે હશનપર બ્રિજથી પંચાસર રોડથી રાતીદેવરી ગામની ચોકડી થી રાતીદેવરી- જડેશ્વર રોડ થી સરકારી હોસ્પિટલ રોડ થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ થી દિવાનપરા રોડ થઈ બસ સ્ટેન્ડ રોડ થી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ થી રાજકોટ અમરસર ગામ તરફ આવી જઈ શકાશે.

          ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પી જી વી સી એલ ના વાહનો, સબ વાહિની,એમ્બ્યુલન્સ ફાયર ફાઈટર, સ્કૂલ કોલેજના વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને જાહેરનામાની જોગવાઈઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે.

     .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW