આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે મોટાભાગના વિધાર્થીઓ હવે પરીક્ષાની તૈયારી તેજ કરી દીધી છે ત્યારે આ પરીક્ષા દરમિયાન છાત્રોને પરીક્ષાર્થીઓને મુશ્કેલી ન પડેતે માટે નીલકંઠ સ્કુલ દ્વારા અનોખું આયોજન કરાયું છે.નીલકંઠ સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન હતાશ ન થાય અને પ્રશ્ન પત્રની આગોતરી તૈયારી કરી શકે અને તેમના કોનફિડન્સ માં વધારો થાય તેવા ઉમદા હેતુ થી દ્વારા તા.18/02/2024, રવિવાર ના રોજ સવારે 9 થી 11 દરમિયાન મોરબી ની તમામ સ્કૂલ અને કલાસીસ ના ધો-10 ના વિદ્યાર્થીઓ માટે MCQ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટોપ 10 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અમૂલ્ય ઈનામ આપી સન્માન કરવામાં આવશે. સ્કુલ દ્વારા બોર્ડ પરીક્ષાના મુખ્ય ચાર વિષયની પરીક્ષાલેશે જેનું પેપર 100 માર્કનું હશે. આ 1100 માર્ક માં 30 MCQ – વિજ્ઞાન અને ટેક્નોલોજી,30 MCQ – ગણિત,20 MCQ – સામાજિક વિજ્ઞાન,20 MCQ – ઇંગ્લિશ રહેશે.પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડની પરિક્ષામાં સપ્લીમેન્ટરી ભરવા તથા ખાખી સ્ટીકર લગાવવા અને અન્ય ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિષે માહિતી આપવામાં આવશે.
પરીક્ષામાં તમામ શાળા અને કલાસીસના ધોરણ 10 ના છાત્રો માટે છે પરંતુ આયોજનના ભાગ રૂપે ઓનલાઈન રજીસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે જેથી જે પણ છાત્રો આ પરીક્ષામાં જોડાવવા માંગતા હોય તેમણે https://forms.gle/4yxwP9P1YpepKfyG6 લિંક પર અથવા 9512295950 & 9512295951 કોલ કરવાનો રહેશે

