HomeGujaratમોરબીના બહાદુરગઢ પાટિયા પાસે બોલેરોએ બાઈકને ટક્કર મારી,બાઈક સવારનું મોત

મોરબીના બહાદુરગઢ પાટિયા પાસે બોલેરોએ બાઈકને ટક્કર મારી,બાઈક સવારનું મોત

મોરબી મળીયા નેશનલ હાઇવે પર આવેલા બહાદુરગઢ ગામના પાટિયા પાસેથી જીજે 6 સિઝી 7356 નંબરની બાઇકમાં દિવ્યેશભાઈ ઘનશ્યામ ભાઈ ગોઠી અને વિપુલ વિજયભાઈ નટ્ટ નામના બે યુવાન જતાં હતા તે દરમિયાન અતિથિ પેપર મિલ પાસે જીજે 36વી 4780નંબરની બોલેરો પિક અપ વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક માં સવાર બન્ને યુવાનો નીચે પટકાયા હતા. બનાવમાં દિવ્યેશ ગોઠી નામના 21વર્ષીય યુવાન ને માથાનાં ભાગે, અને પગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી જેના કારણે તેનું મોત નિપજ્યું હતું તો. બીજા એક યુવાન વિપુલને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ બાદ મૃતક દિવ્યેશ ના ભાઈ નિલેશભાઇ બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચાલક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW