રાજ્ય સરકાર દ્વારા એક વર્ષ પહેલા મોરબી જિલ્લામાં 11 જેટલી નવી ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે જેમાં હજી સુધી ગ્રામ પંચાયત બિલ્ડીંગ તૈયાર થઇ શકી નથી આ ઉપરાંત અન્ય 11 ગ્રામ પંચાયત પણ નવી કચેરી ઉપલબ્ધ ન હોય જેથી ત્યાં ગ્રામ પંચાયત કચેરી તેમજ તલાટી મંત્રી ના ક્વાર્ટર નું નિર્માણ જરૂરી હોય અને કચેરીના નિર્માણ માટે ૩.74 કરોડ જેટલી રકમની ગ્રાન્ટ જરૂરી હોય જેથી આ બાબતે મોરબી જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ હીરાભાઈ ટમારીયા દ્વારા જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા,સાંસદ ધારાસભ્ય સહિતનને દરખાસ્ત મૂકી છે અને તેનો વહેલી તકે રાજ્ય સરકાર દ્વારા ઉકેલ લાવવામાં આવે તેવી રજૂઆત કરી છે