લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની તૈયારી ઘડાઈ રહી છે .અને સોશીયલ મીડીયા અને ઇલેક્ટ્રિક તેમજ પ્રિન્ટ મીડીયામાં ૧૪ એપ્રિલની આસપાસ થાય તેવા મતદાન યોજાઈ તેવા અનુમાન લગાવાઈ રહ્યા છે મળેલ છે. ૧૪ એપ્રિલ એ ડોકટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતી છે. જેમને ભારતના લોકોને હજારો વર્ષોની ગુલામીમાંથી મુકતી અપાવી ભારતના કરોડો મૂળ નિવાસી લોકોને સમાનતાનો અધિકાર અપાવ્યો છે. ભારતની તમામ મહિલાઓને, પછાતોને ગુલામીમાંથી મુકત કરાવ્યા અને સુખમય જીવન જીવવાના અધિકાર આપ્યા. આવા મહાન પુરુષ જેમની જન્મ જયંતી ભારતના કરોડો લોકો મનાવે છે અને બાબા સાહેબને માનનારા કરોડો અનુયાયીઓ ૧૪ એપ્રીલનો દિવસ હર્ષોલ્લાસથી મનાવે છે.દસ દિવસ આગળ-પાછળ લોકસભાની ચૂંટણી યોજાય અને ડો. બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતીએ ૧૪ એપ્રિલના રોજ ચૂંટણી જાહેર ન કરવા સ્વયમ સૈનિક દળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે.

