મોરબી એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ના વાવડી રોડ પર આવેલ સુમતિ નાથ સોસાયટી પાસે આવેલા જૈન મંદિર વાળી શેરીમાં એક ઇકો કાર અને સ્વીફ્ટ કાર શંકાસ્પદ હાલતમાં ઉભી હોય અને તેમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી આ બાતમી આધારે એ ડીવીઝન પોલીસની ટીમ સ્થળ પર ત્રાટકી હતી અચાનક પડેલા દરોડા થી આરોપીઓમાં નાશભાગ મચી ગઈ હતી જોકે પોલીસે પીછો કરી રાજકોટમાં રહેતા ધર્મેશ મનસુખ મહેતા જીત રોહિતભાઈ અગ્રાવત અને પાર્થ અશોકભાઈ પરમારને ઝડપી લીધા હતા જયારે કિશન ઉર્ફે કાનો પાટળિયા અને લાલાભાઈ નામના શખ્સ ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા બનાવ બાદ પોલીસે અલગ અલગ બ્રાન્ડની રૂ 26,120ની કિમતની 65 બોટલ દારૂ તેમજ બે કાર સહીત રૂ 3,26,120નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

