મોરબીની સોની બજારમાં નોકરી કરતા બંગાળી કારીગરને બે વર્ષ પૂર્વે અલગ – અલગ વેપારીઓએ દાગીનો ઘડવા માટે આપેલ સોનુ આપ્યું હતું જોકે આ કારીગર તે દાગીના લઇને ફરાર થઇ ગયા હતા જેની સામે જે તે સમય ફરિયાદ નોધાઈ આ ઘટનામાં પોલીસે બંગાળી કારીગરને સુરત પોલીસની મદદથી મોરબી એલસીબીએ સુરત ખાતેથી ઝડપી લીધો હતો અને વધુ તપાસ માટે સીટી એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.
મોરબીના શનાળા રોડ ઉપર શક્તિ પ્લોટમાં આવેલ શાંતીનિકેતન મકાનમાં રહેતા અને સોના ચાંદીના દાગીનાનો વેપાર કરતા વિરલભાઈ મનહરભાઈ આડેસરા નામના સોની વેપારીએ એ વર્ષ 2021માં ઘનશ્યામભાઈ ભાસ્કરભાઈ સરદાર, ખાનાકુલ, ચંદકુંડુ, મારોખાના, હુગલી, પશ્વીમ બંગાળ વાળા વિરુદ્ધ સોનાના દાગીના બનાવા માટે છેલ્લા એકાદ વર્ષની અંદર કટકે કટકે આપેલ સોનુ આશરે રૂ 12,60,000 ની કિમતના કુલ 420 ગ્રામ જેટલું સોનું તેમજ સોની બજારમા આવેલ અન્ય સાહેદોએ પણ ઘરેણા બનાવા માટે આપેલ સોનુ આરોપી લઈ જઈ ફરીયાદી તથા સાહેદ સાથે છેતરપીડી વિશ્વાસઘાત કરતા ફરિયાદ નોંધાવી હતી.
રમિયાન આ છેતરપિંડી કેસમાં સંડોવાયેલ આરોપી ઘનશ્યામભાઈ ભાસ્કરભાઈ સરદાર, રહે. ખાનાકુલ, ચંદકુંડુ, મારોખાના, હુગલી, પશ્વીમ બંગાળ વાળો હાલમાં સુરત ખાતે હોવાની મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને બાતમી મળતા સુરત હીરાબજારમાંથી આરોપીને ઝડપી લઈ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.

