HomeGujaratમોરબીમાં વિશ્વકર્માં ફાઉન્ડેશનનો દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો, 8 નવદંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા

મોરબીમાં વિશ્વકર્માં ફાઉન્ડેશનનો દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો, 8 નવદંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા

મોરબીમાં વિશ્વકર્મા ફાઉન્ડેશન એવમ સમૂહ લગ્ન સમિતિ તેમજ વિશ્વકર્મા લુહાર સમાજ દ્વારા આજ રોજ નવલખી રોડ પર આવેલા બહુચર પાર્ટી પ્લોટ ખાતે દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું  આ સમૂહલગ્નોત્સવમાં  વિશ્વકર્મા લુહાર જ્ઞાતિના 8 નવ દંપતી પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ લગ્નોત્સવમાં ઠાઠમાઠથી લગ્ન કરવામાં આવ્યા હતા.સાથે સાથે લગ્નમાં જોડાનારી કન્યાઓને કરિયાવર રૂપે તિજોરી બેડથી લઇ નાંની મોટી તમામ જરૂરિયાત ની ચીજ વસ્તુ પણ આપવામાં આવી હતી

સમૂહ લગ્નોત્સવ સ્થળ પર મોરબી જિલ્લાના આસપાસના ધાર્મિક જગ્યાના સાધુ સંતો રાજકીય આગેવાનો તેમજ  જ્ઞાતિના આગેવાનો અને મોટી સંખ્યામાં  સમાજના લોકો જોડાયા હતા લગ્નમાં જોડાનાર તમામ મહેમાનો માટે સમૂહ ભોજનન પણ રાખવામાં આવ્યું હતું    આ સમૂહ લગ્નોત્સવના આયોજનમાં લુહાર જ્ઞાતિ બોર્ડીંગ એન્ડ ભોજન શાળા,વિશ્વકર્મા ફાઉંડેશન યુવક મંડળ તેમજ વિશ્વ કર્મા મહિલા પ્રગતી મંડળ પણ સહયોગી બન્યું હતું તેમ  મોરબી વિશ્વકર્મા ફાઉન્ડેશન એવમ સમૂહ લગ્ન સમિતિ તેમજ વિશ્વકર્મા લુહાર સમાજના ટ્રસ્ટી હેમાંગભાઈ પઢારિયાએ જણાવ્યું હતું 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW