મોરબી હળવદ રોડ પર ટંકારાથી ઝાલોદ તરફ જતી બસમાં રસ્તામાં એક સગર્ભા મહિલાને પ્રસૂતાને પીડા ઉપડતાં બસના કંડકટર દ્વારા ૧૦૮ ને જાણ કરી હતી જે બાદ હળવદ 108ની ટીમના પૂજા ઠાકોર અને પાયલોટ ગૌતમભાઈ સ્થળ પર પહોચ્યા હતા અને નજીક હોસ્પિટલ લઇ જવા પ્રયાસ કર્યો હતો જોકે મહિલાની સ્થિતિ વધુ બગડતા સ્થળ પર જ ડીલીવરી ની જરૂરિયાત થતા 108ના બન્ને સ્ટાફ દ્વારા સગર્ભાની નોર્મલ ડિલિવરી કરાવી હતી જે બાદ માતા અને નવજાત શિશુ ને પ્રાથમિક ઇમરજન્સી સારવાર બાદ હળવદ સરકારી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબ દ્વારા નવજાત શિશુ અને માતા બન્ને નાં સ્વાસ્થ્ય ચેક કરતા બન્ને સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું .હળવદ ૧૦૮ની પ્રેરક કામગીરી બદલ પરિવાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે બસમાં સવાર મુસાફરોએ તાળીઓના ગડગડાટ સાથે ટીમ ૧૦૮ ને અપાયા અભિનંદન.નોર્મલ ડિલિવરી બાદ નવજાત શિશુ અને માતા ને નજીક માં હળવદ સરકારી હોસ્પિટલમાં રિફર, સમગ્ર ઘટના અંગે ટીમ ૧૦૮ નાં પ્રોગ્રામ મેનેજર મનવિર ડાંગર , ટીમ ૧૦૮ નાં પૂજાબેન ઠાકોર અને પાયલોટ ગૌતમભાઈને શુભેચ્છા પાઠવી હતી

