મોરબી શહેરના અલગ અલગ વિસ્તારના છેવાડાના સ્લમ વિસ્તારમા પાલિકા હજુ સ્ટ્રીટ લાઈટ પહોચાડી શકી નથી અથવા અગાઉ જે હતી ત્યાં બંધ હાલતમાં છે તો ક્યારેક મુખ્ય માર્ગો પર પણ રાત્રે સ્ટ્રીટ લાઇટ બંધ થતાં અંધાર પટ્ટ છવાતો હોય છે તો બીજી તરફ એવા વિસ્તાર પણ છે જ્યાં 24 કલાક લાઈટ ચાલુ રહેતી હોય છે.મોરબીના અયોધ્યાપૂરી રોડ પર લાતી પ્લોટના ખૂણાથી મહેન્દ્ર પરા ના ખૂણા સુધીની લાઇટ દિવસે ચાલુ રાખી વિજળી અને લોકોએ ટેક્સ રૂપે આપેલા રૃપિયાનો પણ બગાડ થઈ રહ્યો છે.

