HomeGujaratમોરબી જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઊજવણી PMSHRI માધાપરવાળી શાળામાં કરવામાં આવી

મોરબી જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઊજવણી PMSHRI માધાપરવાળી શાળામાં કરવામાં આવી

મોરબી કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં શરૂઆતમાં રાજ્યકક્ષાએથી શિક્ષણ રાજ્યમંત્રી  પ્રફુલ્લભાઈ પાનસેરીયા કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોરે આપત્તિ વ્યવસ્થાપન વિશે વાત કરી ત્યારબાદ શાળાની બાળાઓ મનુષ્ય ગૌરવ ગાન..અભિનય સાથે રજૂ કર્યું હતું બાદમાં હાજર ત્યારબાદ દેવેન્દ્રસિંહ જાડેજા ફાયર સ્ટેશન ઓફિસરે આગ કેવી રીતે લાગે છે?આગ લાગે ત્યારે આગ ઓલવવા શું કરવું જોઈએ? પાણીમાં કેવી રીતે બચાવ કાર્ય કરવામાં આવે છે? એની વિસ્તૃત સમજ આપી હતી. ત્યારબાદ જયેશભાઈએ લાઈફ જેકેટ,લોખંડની બિલાડી,પાણીમાં તરવા માટેનું લાઈફ વિલ, વગેરેની વિસ્તૃત સમજ આપી હતી.108 ના પાયલોટે જણાવ્યું હતું કે 108 નો કોલ વધીને ત્રણ સેકન્ડમાં લાગી જાય છે અને અમે ઇમરજન્સીમાં અકસ્માત સ્થળે પહોંચીને પેશન્ટનું રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ. ત્યારબાદ આપદા મિત્ર પ્રકાશ પરમારે પોતાની કામગીરી વિસ્તૃત રીતે સમજાવી હતી,મૌખિક સમજ બાદ પ્રેકટિકલ સમજ માટે આગ ચાલુ કરી ફાયર એસ્ટીગ્યુંસરના ઉપયોગથી કેવી રીતે આગ ઓલવી શકાય એનું પ્રેક્ટિકલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હાથે કરાવ્યું હતું. 108 ની ટીમે પોતાના મેડિકલના સાધનો બાળકોને બતાવી ઉપયોગીતાની સમજ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન શાળાના આચાર્ય તુષાર બોપલીયા દિનેશભાઈ વડસોલા અને એસ.એમ.સી. અધ્યક્ષ કાળુભાઈ પરમારે સભાળ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW