HomeGujaratમોરબીમાં પાર્કીંગમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબીમાં પાર્કીંગમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી નવા બસ સ્ટેન્ડ સામે રઘુવીર સોસાયટીમાં રહેતા કલ્પેશભાઇ બળવંતભાઈ જયસ્વાલ (ઉ.વ.47) એ આરોપી રાહુલભાઈ ભીમાભાઇ સીપણોદા (ઉ.વ.20) રહે.વીસીપરા સ્મશાન પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. 26-01-2024 ના રોજ કોઈ પણ સમયે આરોપીએ ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પેલેન્ડર પ્લસ રજીસ્ટર નંબર- GJ-03- AS-3501 સને 2005 નું મોડલ જેની કિંમત રૂ.40,000 વાળુ પાર્ક કરેલી જગ્યાએથી ચોરી કરી લઇ ગયો હતો જેથી આ બનાવ અંગે ભોગ બનનાર કલ્પેશભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW