માળિયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામના વતની ધીરુભાઈ મેપાભાઈ કોળીનનો 29 વર્ષીય પુત્ર ગણપત ગઈકાલે ચાલીને જતો હતો તે દરમિયાન જીજે 3 બી ડબ્લ્યુ 7545 નંબરના ટ્રક ચાલકે બેદરકારીથી ટ્રક ચલાવી ગણપતને હડફેટે લીધા હતા જે બાદ ગણપતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે ધીરુભાઈ ટ્રક ચાલક સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસદાર કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે વધુ તપાસ પી એસ આઈ પી આર સોનારા ચલાવી રહ્યા છે

