HomeGujaratઅમદાવાદની A-ONE Xavier’S school ના ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ધજા સાથે મહારેલી...

અમદાવાદની A-ONE Xavier’S school ના ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ધજા સાથે મહારેલી કરી

અમદાવાદ ના નરોડામાં આવેલ SNME CAMPUS ની A-ONE Xavier’S school ના ચેરમેન નરેન્દ્રસિંહ ઝાલા તથા ટ્રસ્ટી ધવલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સંસ્થાના અંદાજે ૩૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ શ્રી રામ મંદિર નિર્માણ પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.જેમાં ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા “જય શ્રી રામ” “જય શ્રી રામ” ના નારા ની ગુંજ તેમજ ધજા સાથે મહારેલી કરી. જેમાં અંદાજે ૫ થી ૭ કિલોમીટરના વિસ્તારમાં રામ નામની ગુંજ સાથે વાતાવરણ ભક્તિમય થઈ ગયું હતું. તેમજ નાના ભૂલકાઓએ રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી જેવા વિવિધ પાત્રોની વેશભૂષામાં આવી રામ ચરિત માનસ તેમજ રામાયણ ભજવેલ હતી.
આ મહારેલીમાં બાયડના ધારા સભ્ય ધવલસિંહ ઝાલા તેમજ વિસ્તારના સામાજિક અને રાજકીય આગેવાનો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. આ મહારેલીનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સનાતન ધર્મનું મહત્વ તેમજ ધાર્મિક મુલ્યો નો ઘડતર  કરવાનું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW