HomeGujaratમોરબીમાં જીવદયા ગ્રુપે બાળકો અને યુવાનો સાથે મળી 2 ટન જેટલી લટકતી...

મોરબીમાં જીવદયા ગ્રુપે બાળકો અને યુવાનો સાથે મળી 2 ટન જેટલી લટકતી દોરી ઉતારી યોગ્ય નિકાલ કર્યો

મોરબીમાં ઉત્તરાયણ પછી એક જાગૃત સંસ્થાએ જાહેર સલામતીને સુરક્ષિત કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. જેમાં ઉત્તરાયણ પર્વ પર પતંગો ચગાવ્યા બાદ તેની કાતિલ દોરીઓ જ્યાં ત્યાં લટકતી હોય અને આ લટકતી દોરીઓ ગમે ત્યારે કોઈના જીવનની ડોર કાપે તેવી દહેશતને લીધે સંસ્થાએ શાળાના બાળકોની મદદથી આશરે 2 ટન દોરીઓ એકત્ર કરી જાહેર સલામતીનું રક્ષણ કર્યું હતું.

મોરબીમાં ઉત્તરાયણ પર્વ પર મોટાભાગના લોકોએ કાંતિલ દોરીથી પાંતગો ખૂબ ચગાવી હતી. પણ ઘણી પતંગો કપાય ગઈ હોય પણ એની કાતિલ દોરી જ્યાં ત્યાં એટલે રોડ ઉપર, વિજપોલ ઉપર, વૃક્ષો તેમજ બિલ્ડીંગો પર જોખમી રીતે મોત રૂપે લટકતી હોવાથી ત્યાંથી વાહનો લઈને નીકળતા લોકો તેમજ આસપાસ વિહરતા પક્ષીઓની જીવનની ડોર કપાય જાય એવી ગંભીર બાબત સામે આવતા માં જીવદયા ગ્રુપે ખરેખર પોતાની સંસ્થાના નામ પ્રમાણે જ સાચા અર્થેમાં જીવદયા નિભાવી હતી. આ સંસ્થાના અંદાજીત 70 જેટલા યુવાનોએ અલગ અલગ શાળાઓમાં જઈને બાળકોને જોખમી રીતે લટકતી દોરી કોઈ માટે કેટલી હદે ઘાતક બને તેની ગંભીરતા સમજાવીને પ્રેરિત કર્યા હતા. ખાસ કરીને જે બાળકો જાહેરમાં લટકતા આવા દોરો સૌથી વધુ એકત્રિત કરીને આવે એને ગિફ્ટ અને સર્ટિફિકેટ આપ્યા હતા. આ રીતે સંસ્થાના યુવાનોએ તેમજ બાળકોએ પણ શહેરમાં જે જે જગ્યાએ મોત રૂપે લટકતા દોરાને એકત્રિત કરી આ રીતે કુલ 2 ટન દોરાને ઉતારીને લોકો અને પક્ષીઓની જિંદગી બચાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW