HomeGujaratવડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં મોતનો આંક 17 થયો 18 આરોપીઓ સામે IPC...

વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં મોતનો આંક 17 થયો 18 આરોપીઓ સામે IPC 304,308 હેઠળ ગુન્હો દાખલ

વડોદરાની ન્યુ સન સાઈન સ્કુલના વિદ્યાર્થીઓ ગુરુવારે સવારે શહેરના હરણી તળાવમાં બોટ રાઈડની મજા માણવા ગયા હતા જોકે સંચાલકોની ગંભીર બેદરકારીના કારણે એક સાથે અપૂરતા સુરક્ષા સાધનો વિના ઓવર લોડ ભરેલી બોટ પલટી મારી ગઈ હતી અને 23 બાળકો,4 શિક્ષકો તેમજ રાઈડ ના સ્ટાફ સહિતના લોકો તળાવમાં પડી ગયા હતા આ ઘટનામાં મોતનો આંકડો 15 બાળકો અને બે શિક્ષકો સહીત કુલ આંક 17નો પહોચ્યો હતો

ઘટના બાદ મોડે મોડે જાગેલા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અનેતાબડતોબ જવાબદાર લોકોની અટકાયત શરુ કરી હતી બોટ પ્રોજેક્ટનું સંચાલન કરતી મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો બીનીત કોટીયા હિતેષ કોટીયા હરણી લેકઝોનના મેનેજર  શાંતિલાલ સોલંકી, બોટ ઓપરેટર અંકિત તેમજ ગોપાલદાસ શાહ,વત્સલ શાહ,દિપેન શાહ,ધર્મીલ શાહ,રશ્મિકાંત સી. પ્રજાપતિ,જતીનકુમાર હરીલાલ દોશી,નેહા ડી.દોશી,તેજલ આશિષકુમાર દોશી,ભીમસિંગ કુડિયારામ યાદવ, વૈદપ્રકાશ યાદવ ધર્મીન ભટાણી,નુતનબેન પી.શાહ,વૈશાખીબેન પી.શાહ વિરૂધ્ધ બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ IPC 304,308 ગુનો નોંધાયો છે.

ગાંધીનગર સચિવાલય ખાતે થી આખી ઘટનાની તપાસની જવાબદારી વડોદરા જિલ્લા મેજીસ્ટ્રેટ સોપવામાં આવી છે અને ઘટનાના કારણો તેના માટે જવાબદાર લોકો તેમજ આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે સૂચનો સહિતના પગલા અંગેનો 10 દિવસમાં રીપોર્ટ આપવા આદેશ કરવામાં આવ્યો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW