HomeGujaratમોરબીમાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલ 5 શખ્સને પાસા મુજબ મોરબી જિલ્લા...

મોરબીમાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલ 5 શખ્સને પાસા મુજબ મોરબી જિલ્લા બહારની જેલ હવાલે કર્યા

મોરબીમાં જિલ્લામાં  કાયદો વ્યવસ્થાની સ્થિતિને જાળવવા પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે  ત્યારે જિલ્લા પોલીસ દ્વારા  વ્યાજખોરો અને મારામારીના ગુનામાં સંડોવાયેલા શખ્સ સામે  એક્શન લેતા જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ પાસા હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત કરવામાં આવી હતી જે દરખાસ્ત જિલ્લા કલેકટર જી ટી પંડ્યા દ્વારા મંજુર કરવામાં આવી હતી અને શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઈ વાઘેલા,અજય જગદીશભાઈ  ચૌહાણ, ગૌતમ જયંતીભાઈ મકવાણા જયારે ગેર કાયદેસર વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલ રોહિત રાજેશભાઈ જીલરીયાઅને વિરમ હમીરભાઈ કરોતરા નામના શખ્સને પાસા કરવામાં આવ્યા જે બાદ મોરબી એલસીબી પીઆઈ ડી એમ ઢોલ તેમજ એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એચ એ જાડેજા તાલુકા પીઆઈ કે એ વાળા તેમજ ટીમ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તમામ આરોપીઓની અટકાયત કરી હતી જે બાદ  પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઈ વાઘેલાને જુનાગઢ જેલ ,અજય જગદીશભાઈ  ચૌહાણ સુરત જેલ , ગૌતમ જયંતીભાઈ મકવાણાને વડોદરા  જયારે ગેર કાયદેસર વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલ રોહિત રાજેશભાઈ જીલરીયા ને ભાવનગર અને વિરમ હમીરભાઈ કરોતરાને અમદાવાદ જિલ્લા જેલ હવાલે કર્યા હતા 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW