સિરામિક નગરી મોરબી નગરી ને જાણે ઉડતા પ્રતિબંધિત ડ્રગ્સના રવાડે ચઢાવવાનું કાવતરું ચાલતું હોય તેમ કેટલાક નશાના કાળા કારોબાર કરતા ડ્રગ્સ માફિયાઓ અવાર નવાર પ્રતિબંધિત ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસ કરે છે કેટલાક કિસ્સામાં તે સફળ થઇ જાય છે અને એન કેન રીતે ડ્રગ્સ પહોચાડી દેતા હોય છે તો ક્યારેક પોલીસ પ્રતિબંધિત ડ્રગ્સ પકડવામાં સફળ થતી હોય છે આવા જ એમડી જેવા ખતરનાક ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસોને પોલીસે નાકામ બનાવ્યા હતા.અને જે તે વખતે આરોપીને દબોચી લીધા હતા જોકે મુખ્ય આરોપી લાંબા સમયથી ફરાર હોય જેને પોલીસે ઝડપી લીધો હતો અને જેલ હવાલે કર્યો હતો.
મોરબીના લાલપર ગામ પાસે અગાઉ એસઓજીની ટીમેં સૌથી વધુ ખતરનાક એમડી ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. જે તે સમયે પોલીસે મોરબીમાં આવું ખતરનાક ડ્રગ્સ કોણે ઘુસાડવાનો પ્રયાસ કરી યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે આ હીન પ્રયાસ કર્યો તે અંગે ઘનિષ્ઠ તપાસ કરતા મોરબીમાં ઝડપાયેલા એમડી ડ્રગ્સના જથ્થાને રાજસ્થાનના પ્રતાપગઢના એક ડ્રગ્સ માફિયાએ મોકલ્યો હોવાનું ખુલતા આ ડ્રગ્સ માફિયા પાસેથી તેના નશાના નેટવર્કની આખી ક્રાઈમ કુંડણી બહાર લાવવા માટે તેને પકડી લેવા એસઓજીએ જાળ બિછાવતા આ ગોરખધંધાના માસ્ટર માઈન્ડ એવા રાજસ્થાનના પ્રતાપગઢ ગાદોલા ના વતની દાઉદ ઇબ્રાહિમ અજમેરી ઝડપાય ગયો હતો અને પણ પોલીસ નશાના કાળા કારોબારમાં મોરબી માંથી કોણ કોણ સંડોવાયેલું? અને તેની સાથે અન્ય બીજા કોણ કોણ મહારથીઓ સામેલ? તેમજ તેનું નેટવર્ક કેટલું ફેલાયેલું ? તે અંગેની સમગ્ર હકીકત આ આરોપી પાસેથી ઓકાવી શકશે ખરી ?

