તાજેતરમાં કેન્દ્ર સરકારના સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના લાગુ કરી છે અને તેના ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી ચાલતી હોય જેની ઓનલાઈન અરજી કરવાની મંજુરી લતીપર ગામ સીએસસી સેન્ટર ધરાવતા જીતેન્દ્ર પ્રવીણભાઈ ચૌહાણ પાસે હોય જોકે કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની કોઇ પણ યોજનાઓના/સહાયનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરી આપવાનુ અને પોતે CSC નુ પ્રમાણપ્રત્ર ધરાવતા હોય જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ “પી.એમ. વિશ્વકર્મા યોજના” અંતર્ગત અરજી કરવા આવતા અરજદારોને ઓનલાઇન અરજી કરવા પેટે દરેક ઓન લાઇન ફોર્મ ઉપર સરકાર તરફથી ફોર્મ દીઠ મહેનતાણુ ચુકવવામાં આવતુ હોય જે બાબતે કેન્દ્ર સરકાર તરફથી જારી થયેલ માર્ગ દર્શિકાની પુસ્તિકા ભારત સરકાર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગો મંત્રાલય પીએમ વિશ્વકર્મા અમલીકરણ માટેની માર્ગદર્શિકા મુજબ પીએમ વિશ્વકર્મા હેઠળ નોંધણી માટે કોઇ ફી અથવા શુલ્ક લેવામાં આવશે નહી. યોજના હેઠળ સી.એસ.સી. દ્વારા નોંધણીનો સંપુર્ણ ખર્ચ અને ત્યારબાદની નોંધણી અને પ્રમાણપત્ર ઓળખપત્ર જારી કરવાનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. તેવી સ્પષ્ટ માર્ગદર્શન હોવા છતા આ કામના આરોપી પોતાની પાસે પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત અરજી કરવા આવતા અરજદારો પાસેથી પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ રૂ.૨૦૦ થી રૂ.૫૦૦/- સુધીની રકમ લેતા હોવાની એસીબીને ખાનગી રાહે બાતમી મળી હતી જેના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી અને એક ડમી અરજદાર ઉભા કરવાનું આયોજન કર્યું હતું તેમજ સ્થળ ઉપર વોચમા રહ્યા હતા દરમિયાન એક અરજદરને મળી એક અરજદાર ડીકોયર તરીકે રહેવા સહમત કરી પી.એમ. વિશ્વકર્મા યોજનાનુ ઓન લાઇન ફોર્મ ભરવા મોકલતા આરોપીએ ડીકોયરનુ ઉપર ઓનલાઇન ફોર્મ ભરી આપી ફોર્મની નકલ આપી અવેજ પેટે અરજદાર પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.૨૦૦ ની માંગણી કરી હતી જે રૂપિયા તેણે સ્વીકારી હતી જેથી એસીબી એ આરોપીને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

