માળિયા અમદવાદ હાઇવે પર ગત તા 10ના રોજ જી.જે-૩૮ એ.જે-૧૨૯૮ નંબરના એક્ટીવામાં જઈ રહેલા ત્રણ યુવકને આર.જે-૧૪ જી.ઇ-૫૩૭૮ નંબરના ટ્રેલર ચાલકે પુર ઝડપે ટ્રેલર ચલાવી એકટીવાને ઠોકર મારી હતી ઘટનામાં દશરથભાઇ ને હાથે પગમા ફેકચર જેવી તેમજ માથામા ઇજા કરી તેમજ મુકેશભાઇને માથામા ઇજા તેમજ સલીમભાઇ અકબરભાઇ ભુવડ ઉ.વ.૩૫ વાળાને માથામા હેમરેજ જેવી ઈજા પહોચી હતી જે બાદ તમામને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવમાં સલીમભાઈ ભુવડનું મોત નીપજ્યું હતું બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

