શુન્યમાંથી સર્જન કરી બિઝનસ ક્ષેત્રમાં સફળતાના શિખર સર એક નવી કેડી કંડારનાર ઉદ્યોગકારોની મહેનત તેમની સફળતાની આખી સફર નાના વેપારી કે નાના બિઝનસ મેન સુધી પહોચે અને તેમને પ્રેરણા મળે તે માટે રાજકોટ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દર વર્ષે ખાસ પ્રકારના ઉદ્યોગકારોનું ગ્રેટર ચેમ્બર બીઝનેસ આઇકોન એવોર્ડ તેમજ ગ્રેટર ચેમ્બર કર્તવ્યનિષ્ઠ સન્માન આઇકોનન એવોર્ડનું આયોજન કરવામાં આવે ત્યારે આ વર્ષે ગત તા 12 જાન્યુઆરી ના રોજ રાજકોટની સયાજી હોટેલ ખાતે આ એવોર્ડ ફંક્શનનું આયોજન કરાયું હતું.

જેમાં મોરબીના સફળ ઉદ્યોગકાર એવા લોયલ પોલીપેકના સંચાલક અને પોલીપેક ઇન્ડસ્ટ્રીના સૌરાષ્ટ્ર અને કચ્છના આગેવાન એવા અશોકભાઈ પટેલનું ગ્રેટર ચેમ્બર બીઝનેસ આઇકોન એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા સાથે સાથે તેમણે સફળ બીઝનેસમેન માટે કરેલા સંઘર્ષની કહાની ત્યાં રજુ કરી હતી અને આ સંસ્થા દ્વારા મોરબી માંથી એક માત્ર અશોકભાઈ પટેલનું સફળ બીઝનેસમેન તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું

