મોરબી શહેરના લીલાપર રોડ પર આવેલ પાંજરાપોળના પાછળના ભાગે કેટલાક શખ્સ જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને ભરતભાઇ વાસુરભાઇ જારીયા,વિજયભાઇ કાંતીભાઇ વરેચા ઉમેદભા મનુભા બાવળા વજુભા નાથાભા ફુંદડાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી પોલીસે 14380 રોકડા જપ્ત કરી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

