મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને મેગા સિરામિકમાં કામ કરતા 32 વર્ષીય જીનલભાઈ બીપીનભાઈ કણસાગરા નામનો ગત તા 6 ના રોજ ઘરેથી ફેક્ટરીમાં કામ પર જવાનું કહી નીકળ્યો હતો જોકે મોડી રાત સુધી પરત ન ફરતા તેની માતાએ ફેકટરીમાં તપાસ કરતા પુત્રનો પતો ન લાગતા પરિવાર અને સગા સબંધીમાં તપાસ કરાવી હતી જોકે યુવકની કોઈ ભાળ ન મળતા અંતે બી ડીવીઝન પોલીસ મથકમાં ગુમ સુદા અંગેની ફરિયાદ નોધાવી હતી પોલીસે આ અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી હતી

