મોરબીના મકનસર ગામમાં રહેતા પ્રવીણભાઈ નારણભાઈ ઝંઝવાંડિયા નામના યુવાનનું ગત તા 7 ના રોજ કેન્સરની બીમારીથી મોત નીપજ્યું હતું. જે બાદ તેમની પત્ની રાધાબેન પ્રવીણભાઈને લાગી આવ્યું હતું અને પતિના મોતથી લાગી આવ્યું હતું. અને આઘાતમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જે બાદ મહિલાના પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

