અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષત કળશ નુ મોરબીના શનાળા રોડ પર આવેલ શ્રી સત્યેશ્વર મહાદેવ ના મંદિર ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને મંદિરના પુજારી તથા મહિલા અને બાળાઓ દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ અને નાની બાળાના શીર પર આ કુંભ લઈ ભજન, રાશ કીર્તન સાથે ભાવથી શ્રી સત્યેશ્વર મહાદેવના મંદિરમાં પધરામણી થઈ હતી
યાત્રામાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા ના ઉપપ્રમુખ ભાવનાબેન બદ્રકિયા તથા ગુર્જર સુતાર જ્ઞાતિ ના ટ્રસ્ટી હેતલબેન ખારેચા અને સામાજિક કાર્યકર નેહાબેન બદ્રકિયા ના સહયોગ મળ્યો હતો આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ ભાવનાબેન કૈલા તથા વોર્ડ નં ૯ ના પૂર્વ કાઉન્સિલર કુંદનબેન માકાસણા, મોરબી શહેર મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા તથા સોસાયટીના ભાઈઓ – બહેનોએ હાજરી આપી હતી અને સોસાયટીની મહિલાઓ અને પુરુષો સૌ સાથે ભગવાન શ્રી રામજીના રાસ ઝીલણીયા ગાતા ગાતા નાચતા નાચતા ભાવ સાથે કળશ નું પૂજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવ્યો હતો તેમ મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા ના ઉપપ્રમુખ ભાવનાબેન બદ્રકીયા એ જણાવ્યુ હતું.

