HomeGujaratમોરબીના પંચાસર ગામે બાઈક પરથી નીચે પડી જતા યુવકનું મોત

મોરબીના પંચાસર ગામે બાઈક પરથી નીચે પડી જતા યુવકનું મોત

મોરબીના પંચાસર ગામની સીમમાં દાદુભા ઝાલાની વાડી પાસે રસ્તા પર ખાડો આવતા બાઈક પરથી કાબુ ગુમાવતા યુવક નીચે પડી જતા ખેતરની ફરતે લગાવેલ ફેન્સીંગ ના સિમેન્ટનો થાંભલો લગાવેલ હોય તેની સાથે ભટકાતા ગંભીર ઈજા પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું.

વિજયભાઈ નારાયણભાઈ કટારા ઉ.વ.18 રહે. પંચાસર ગામની સીમમાં મહાવીરસિંહ દિલુભા ઝાલાની વાડીએ તા. જી. મોરબીવાળાએ પોતાના હવાલા વાળુ મોટરસાયકલ રજીસ્ટર નં. GJ-03-ED-9353 નુ લઇ જતો હતો ત્યારે વાડીના રફ રસ્તામાં ખાડાઓ આવતા મોટર સાયકલ પરનો કાબુ ગુમાવતા બાજુના ખેતર ફરતે તાર ફેન્સીંગ માટે સિમેન્ટનો થાંભલો લગાવેલ હોય ત્યા મોટરસાયકલ નીચે પડી જતા સિમેન્ટના થાભલા સાથે વિજયના માથાનો ભાગે ભટકાતા ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ ની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW