પુરુષ મતદારો ની સરખામણીએ સ્ત્રી મતદારોની સંખ્યા વધી
લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જિલ્લા ચૂંટણી તંત્ર સક્રિય થઈ રહ્યું છે. ડિસેમ્બર મહિનામાં યોજાયેલ મતદાર સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત મોરબી જિલ્લામાં નવા મતદારો ઉમેરવા નામ કમી કરવા અને સુધારણા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત જિલ્લામાં મતદારો ઉમેરવા આવ્યા હતા. મોરબી જિલ્લામાં છેલ્લા ગત લોકસભા ચૂંટણી2019માં7,25,100મતદાર હતા જોકે ડિસેમ્બર 2023ની સ્થિતિ મતદારોની સંખ્યામાં 8,25,662મતદારો થયા છે એટલે છેલ્લાં પાચ વર્ષમાં 1,00,552મતદારોનો ઉમેરો થયો પાચ વર્ષમાં પુરુષ મતદારોની સરખામણીએ સ્ત્રી મતદારોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે પાચ વર્ષમાં 48777 પુરુષો અને 51778 સ્ત્રી મતદારોનો ઉમેરો થયો એટલે કે આં પાચ વર્ષમાં 3001 સ્ત્રી મતદારો પુરુષ મતદારો કરતા વધારે નોધાયા છે
તંત્ર ઇવીએમ અને વિવિપેટ વિશે જાણકારી માટે જાગૃતિ અભિયાન ચલાવશે.
લોકસભાની ચૂંટણી 2024ના અનુસંધાને મુખ્ય નિર્વાચીન અધિકારીની સૂચનાને પગલે મોરબી, ટંકારા, વાંકાનેર વિધાનસભા મત વિસ્તારોમાં આવેલ તમામ મતદાન મથકો, શાક માર્કેટ,બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના ભીડભાડવાળા સ્થળોએ આજથી 1/1/2024થી 29/2/2024 સુધી એમ સતત બે મહિના સુધી લોકોમાં ઇવીએમ અને વિવિપેટના ઉપયોગ વિશે લોકોમાં જાગૃતિ કેળવવા માટેના કાર્યક્રમો યોજાશે. મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન ફેરવીને લોકોને જાગૃત કરાશે. મોરબી જિલ્લાની હેડ ક્વાર્ટર કચેરી સબ ડિવિઝનલ એસડીએફ કચેરી ઇવીએમ નિર્દેશન કેન્દ્ર બનાવી લોકોને ઇવીએમ અને વિવિપેટના ઉપયોગ અંગે જાણકારી અપાશે અને આ કેન્દ્ર દ્વારા દરેક ક્ષેત્રે 10-10 ઇવીએમ, વિવિપેટ આપી તાલીમ અપાશે. ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં નિર્દેશન રથ ફળવવામાં આવશે.તેમજ એલઇડી સ્ક્રીન, ઇવીએમ, વિવિપેટની વિડીયોગ્રાફી દ્વારા સમજણ અપાશે

