મોરબી તાલુકાના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા આશાપુરા સીઝન સ્ટોર નામની દુકાનમાં ગેરકાયદેસર પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનું વેચાણ થતું હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ચેકિંગ હાથ ધરતા દુકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ માંજાના ૩ ફીરકી મળી આવી હતી તેમજ તેનું વેચાણ કરતા હોવાનું સામે આવતા પોલીસે દુકાનદાર જીતેંદ્રભાઈ લક્ષ્મણભાઈ દેવડા સામે આઈ.પી.સી કલમ-૧૮૮, તથા જી.પી.એકટ.૧૩૧,૧૧૭ મુજબ ગુન્હો નોધી પ્રતિબંધિત ચાઇનીઝ દોરા નો મુદામાલ જપ્ત કર્યો હતોં ને તેના વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

