મોરબી તાલુકાના ખાખરાળા ગામમાં રહેતા રીક્ષા ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા રહીમભાઈ અલીભાઈ સુમરા અને તેનો પરિવાર તેમજ તેમનાભાઈ મુસ્તાકભાઈ સુમરા ગત તા 24 ના રોજ મોરબી નજીક માધાપરા ખાતે તમના મામાના દીકરા હનીફભાઈ ની દીકરી ઘરે લગ્નમાં ગયા હતા જ્યાં બીજા દિવસે તેમની માતાની તબિયત લથડતા તેઓ ઘરે ગયા હતા જયારે રહીમભાઈ અને પરીવાના સભ્યો લગ્નમાં હતા આ દરમિયાન રહીમભાઈની માતાએ ફોન પર તેમના ઘરના તાળા તૂટેલા હોય અને સામાન વેર વિખેર હાલતમાં પડ્યો હોય અને ઘરમાં ચોરી થયા હોવાની જાણ કરી હતી જે બાદ પરિવારના સભ્યો ઘરે પહોચતા ઘરમાં મોટા પાયે ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું જેથી તપાસ કરતા તિજોરીમાં માતાના પેન્શનમાંથી આવેલ રૂ 4.50 લાખ રોકડા,1.46 લાખના દાગીના તેમજ રહીમભાઈના ભાઈ મુસ્તાકભાઈના ઘરમાં થી 2000 હજાર રોકડા અને 16 હજારના દાગીના મળી બન્ને ઘરમાંથી રૂ 6.14 લાખની કિમતના મુદામાલની ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

