HomeGujaratમોરબીમાં સ્પાની આડમાં કૂટણ ખાનું ચલાવવાના ગુનામાં ઝડપાયેલા આરોપીની જામીન અરજી કોર્ટે...

મોરબીમાં સ્પાની આડમાં કૂટણ ખાનું ચલાવવાના ગુનામાં ઝડપાયેલા આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી

મોરબી શહેરમાં આવેલા અફીમ સ્પાની આડમાં કૂટણ ખાનું ચાલતું હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને મૂળ દિલ્હીના બલજીત પુરનો વતની અને હાલ મોરબી જેલમાં બંધ એવા સ્પા સંચાલક દીપક રમેશચંદ્ર રાજપૂત ની ધરપકડ કરવામાં આવી હતી. અને આરોપીને જેલ હવાલે કર્યા હતા જે બાદ આરોપીએ મોરબી કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેમાં સરકારી વકીલ દ્વારા આરોપીઓ બહાર ના રાજ્યના હોય જામીન મળ્યા બાદ ફરાર થઇ શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી તેમજ કેસમાં હજુ તપાસ ચાલી રહી હોય આરોપીને જામીન મળવાથી ફરીયાદી અને સાહેદને ડરાવી ધમકાવી કે લાલચ આપી પુરાવા સાથે ચેડા કરી શકે છે ગુનાની ગંભીરતા ને ધ્યાને લઈ આરોપીને જામીન ન આપવા માંગણી કરી હતી કોર્ટે બન્ને પક્ષની દલીલો તેમજ પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલા દસ્તાવેજ આધારે આરોપી ગુનામાં સંડોવણી પ્રથમ દ્રષ્ટીએ હોવાનું જણાઈ આવતા આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW