મોરબી શહેર ના શનાળા રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડમાં દુકાન ધરાવતા ભરતભાઈ વાધડીયા નામના વેપારીને રોહિત ભરવાડ નામની વ્યક્તિ દ્વારા ફોન કરી મળવા બોલાવ્યા હતા જોકે ભરતભાઈ ત્યાં ન જતા તેની ઓફિસમાં કરતા મિલન કકાસણીયાને ફોન કરી તારો શેઠ કેમ વાત નથી કરતો હવા છે તેમ કહી યુવકને ગાળો દેવા લગતા મિલનભાઈએ ગાળો દેવાની ના પડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો ભોલુ જારીયા તેમજ 3 અજાણ્યા શખ્સ સાથે ત્યાં પહોચી તેની સાથે ગાળાગળી કરી ફડાકા ઝીકી દીધા હતા તેમજ ઓફીસમાં રાખેલી વસ્તુ તેના પર ફેકી ઈજા પહોચાડી હતી અને ફરી સામે આવીશ તો જીવતો નહી જવા દઈ તે તેવી ધમકી આપી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે મિલનભાઈએ એ ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોધાવી તપાસ હાથ ધરી હતી

