HomeGujaratમોરબીમાં યોજાયેલ 1100 કુંડી મહાયજ્ઞમાં રાજ્યપાલે આપી હાજરી,15 એકરમાં બનનાર સંકુલમાં સહયોગ...

મોરબીમાં યોજાયેલ 1100 કુંડી મહાયજ્ઞમાં રાજ્યપાલે આપી હાજરી,15 એકરમાં બનનાર સંકુલમાં સહયોગ આપવા અપીલ

મોરબીના એસપી રોડના પાછળ ભાગે આવેલા આર્યભૂમિ ખાતે આજે આર્ય સમાજ દક્ષિણ ભારત પ્રેરિત મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વિ શ્તાબ્ધી મહોત્સવ જન્મ જયંતી મહોત્સવ સમિતિ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની ફેબ્રુઆરીમાં આવનાર 200મી વાર્ષિક જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે 1100 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારે વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે લોકો મોટી સંખ્યામાં હવન કરવા આવી પહોચ્યા હતા. પ્રાચીન સંસ્કૃતના શ્લોક સાથે યજ્ઞમાં બેઠેલા યજમાનોએ હવનમાં આહુતિ આપી હતી

વૈદિક યજ્ઞ બાદ યજ્ઞ સ્થળ પાસે આર્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ હાજરી આપી હતી અને હાજર જન મેદનીને આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી દ્વારા સનાતન ધર્મના ઉત્થાન, દેશના કુરીવાજ દુર કરવા, સ્વતંત્રતા સંગ્રામમાં કરેલી કામગીરી અને તેમના વિચારો વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપી હતી

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજી વિશે જાણકારી ઓછી છે તેના માટે તમારો વાંક નથી કારણ કે દયાનંદજીની જન્મભૂમી ગુજરાત છે તેમની કર્મ ભૂમિ ઉતર ભારત રહી છે તેઓ લગ્ન અને ઘર સંસારના બંધનમાં બંધાવવા માંગતા ન હતા પરંતુ સનાતન સાંસ્કુતિના પુનરુત્થાન માટે મથતા હતા એટલે નાની ઉમરમાં જ ઘર છોડી દીધું જે બાદ આજીવન ઘરે પરત ફર્યા ન હતા ઉતર ભારતમાં જ્ઞાન મેળવ્યું અને સમાજમાં પ્રસરતી જ્ઞાતિ ભેદભાવ, સ્ત્રીઅત્યાચાર અને ખોટી પૂજા પદ્ધતિ સામે લડાઈ કરી અને દેશમાં પ્રવર્તતા કુરીવાજ દુર કરવા મથતા હતા તેઓ ઉતર ભારત મયી બની ગયા હતા જોકે હવે ફરી એકવાર તેમણે સમજવા જાણવાનો મોકો મળ્યો છે તો ફરી એકવાર આર્ય સમાજને વાંચીએ સમજીએ અને તેમના પ્રયાસોમાં મદદરૂપ બનીએ

રાજ્યપાલ દેવવ્રતે જણાવ્યું હતું કે ટંકારામાં સરકાર દ્વારા ૧૫ એકર જમીન રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. જ્યાં મહર્ષિ દયાનંદ સરસ્વતીનું ભવ્ય સંકુલ નિર્માણ પામશે. તેના નિર્માણ માટે રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોને આગળ આવવા અપીલ કરી હતી સાથે સાથે મોરબી વાસીઓને પણ પૂર્ણ સહયોગ કરવા અપીલ કરી હતી

તેઓએ વૈદિક યજ્ઞ નું મહત્વ અને પર્યાવરણમાં તેની ભૂમિકા વિશે સમજણ આપી હતી સાથે ખેડૂતોને રાસાયણિક ખેતી કે જૈવિક ખેતી છોડી સજીવ ખેતી તરફ વળવા આહ્વાન કર્યું હતું ખેડૂતોને રાસાયણિક ખેતીથી થતા જમીનની સાથે સાથે માનવ શરીર અને પ્રકૃતિને થતા નુકશાન વિશે સમજણ આપી હતી.

આ રાજ્યપાલના આગમન વખતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બોટાદ ભજનાનંદ આશ્રમના મહંત આત્માનંદ સરસ્વતીજી, હિમાચલ પ્રદેશથી પધારેલા પૂજ્ય આચાર્ય આર્ય નરેશ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, કલેકટર જી. ટી. પંડ્યા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, પૂર્વમંત્રી બ્રિજેશભાઈ મેરજા, પશ્ચિમ ક્ષેત્રના સરસંચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસીયા, દાતાઓ, આગેવાનો, અધિકારીઓ અને મોરબીવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW