HomeGujaratટંકારાના ડેમી 2ના બે દરવાજા ખોલી ડેમી 3 ડેમ ભરાશે સિંચાઈ...

ટંકારાના ડેમી 2ના બે દરવાજા ખોલી ડેમી 3 ડેમ ભરાશે સિંચાઈ માટે પાણી છોડશે

ટંકારા તાલુકાના ડેમી 2 અને ડેમી 3ના હેઠવાસમાં આવતા ગામના ખેડૂતોને રવી પાક માટે સિંચાઈનું પાણી મળી રહે તે માટે સિંચાઈ વિભાગ દ્વારા ડેમી 2 માંથી પાણી છોડી ડેમી 3 ભરવામાં આવશે સાથે આ બે ડેમ વચ્ચે આવતા નાના મોટા ચેક ડેમ પણ ભરી શકશે આ આયોજનના ભાગરૂપે સિંચાઈ વિભાગ દ્વારા શુક્રવારે બપોરે 12:45 વાગ્યે નસીતપર ગામ પાસેના ડેમી 2ના બે દરવાજા 3 ફૂટ ખોલવામાં આવશે અને ૨૮૯૨ કયુસેક પાણી છોડવામાં આવશે.આ ડેમનું પાણી છોડવાના કારણે હેઠવાસ વિસ્તારમાં આવતા મોરબી જિલ્લાના નસીતપર,નાના રામપર મોટા રામપર,ચાચાપર,કોયલી,ખાનપર,ધૂળકોટ,આમરણ,ડાયમંડનગર,બેલા સહિતના 9 ગામ તેમજ અને જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના માવનું ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સુચના આપવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW