દેશમાં ફરી એકવાર કોરોનાની નવી લહેરના એંધાણ વર્તાઈ રહ્યા છે છેલ્લા કેટલાક સપ્તાહથી કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે તેમાં પણ કોરોનાનો નવો વેરિયન્ટ JN.1 વેરીએન્ટ એ એમીક્રોન વાયરસ છે જે ઝડપથી પ્રસરી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા સમગ્ર દેશમા નવા વેરીયન્ટને લઇ સતર્ક કર્યા છે અને તેને લઇ જરૂરી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે ત્યારે હવે જિલ્લા લેવલે પણ આરોગ્ય વિભાગ દ્વારા સક્રિયતા દાખવવામાં આવી છે અને મોરબી જિલ્લાની વાત કરીએ તો જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ફરી એકવાર કોરોનાના ટેસ્ટીંગ ફરી એકવાર શરુ કર્યા છે અને ગઈ કાલે બે લોકોના આર ટી પી સી આર રીપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટીવ આવતા તંત્ર થોડી રાહત અનુભવી હતી તો કોરોનાના સંભવિત કેસને ધ્યાને લઇ જિલ્લા આરોગ્ય અધિકારી ડો કવિતા દવે દ્વારા સબંધિત વિભાગને સુચના આપી છે જરૂરી એકસન લેવા સુચના આપવામાં આવી છે.

મોરબીની સિવિલ હોસ્પિટલ દ્વારા પણ સંભવિત કેસને ધ્યાને લઇ તૈયારી શરુ કરી દીધી છે.જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં ફરીએકવાર આઈસોલેશન વોર્ડ તૈયાર કરી દેવાયો છે.અને 15 બેડ જેમાં ત્રણ આઈસીયુ સહીત 15 બેડ રીઝર્વ રાખવામાં આવ્યો છે આ ઉપરાંત ભવિષ્યમાં 215 ઓકસીઝન બેડ 35 વેન્ટીલેટર ટેસ્ટીંગ કરી શરૂ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત નોર્મલ બેડમાં ઓક્સીજનની જરૂર પડે તો 250 જમ્બો સીલીન્ડર જયારે 10 હેવી ડ્યુટી સીલીન્ડર પણ હાલ રીઝર્વ રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત હાલ સ્ટાફ અને ડોક્ટરની ડ્યુટી ફાળવામાં આવી છે અને ભવિષ્યમાં કેસ વધશે આ ઉપરાંત ઓક્સીઝ્ન બેડ, વેન્ટીલેટર અને જરૂરી ઇક્વિપમેન્ટ તૈયાર રાખવા સુચના આપવામાં આવી છે.આ ઉપરાંત આરીટીપીસીઆર લેબોરેટરી પણ શરુ કરી દેવામાં આવી છે.

કોરોના કેસને ધ્યાને લઇ ઉચ્ચ કક્ષાએથી આવેલી એડવાઈઝરીને ધ્યાને લઇ મોરબી સિવિલ હોસ્પિટલમાં તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે આજે સિવિલના વિવિધ વિભાગના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ સાથે મીટીંગ પૂર્ણ કરી દેવામાં આવી છે અને તેમને જરૂરી સુચના આપવામાં આવી છે અને તેની તૈયારી અને તેમના ફીડબેક લેવાયા છે હાલ હોસ્પિટલ સ્ટાફને ઓક્સીજન થેરાપી વેન્ટીલેટર મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવી રહી છે તો માઈક્રો બાયોલોજી પ્રોફેસર દ્વારા ઇન્ફેકશન પ્રિવેન્શન કન્ટ્રોલ તેમ બાયો મેડીકલ વેસ્ટઅંગે ની માહિતી આપવામાં આવી રહી છે.તેમ મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો પી કે દૂધરેજિયા એ જણાવ્યું હતું
કોરોનાના સંભવિત કેસને ધ્યાને લઇ તકેદારી ભાગરૂપે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે અને તેને લઇ આરોગ્ય વિભાગ દ્વારા સીએચસી પીએચસી લેવલે જરૂરી સુચના આપવામાં આવી છે સંભવિત કેસને ધ્યાને લઇ આરટી પીસી આર ટેસ્ટીંગ શરુ કરવામાં આવ્યા છે અગાઉ બે શંકાસ્પદ લોકોના આરટી પીસી આર ટેસ્ટ કર્યા હતા જેના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો કવિતા દવે એ જણાવ્યું હતું

