HomeGujaratખુબ સરસ, મોરબીમાં રોડ માટે રૂ.102 કરોડ મંજુર, દબાણ હટાવીને પહોળા રોડ...

ખુબ સરસ, મોરબીમાં રોડ માટે રૂ.102 કરોડ મંજુર, દબાણ હટાવીને પહોળા રોડ બનશે કે લોલમલોલ !!!

મોરબી શહેરની પાસે આવેલા રવાપર ગામથી ઘુનડા ગામને જોડતા માર્ગ પર દિન પ્રતિ દિન વસ્તી વધી રહી છે ત્યારે આ વસ્તીને ધ્યાને લઇ લાંબા સમયથી આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ નવો રોડ બનાવવા માંગણી થતી હતી આ માંગણીને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર દ્વારા મોરબીના રાજપર ઘુનડા સજનપરને જોડતા 21 કિમીનો 10 મીટર પહોળો રોડ મંજુર થયો છે આ ઉપરાંત મોરબીના ઓદ્યોગિક વિસ્તાર એવા નેશનલ હાઈવેથી લખધીરપુર કાલિકાનગર અને નીચી માંડલ ગામને જોડતા 19 કિમીનો 10 મીટર પહોળો માર્ગ બનાવવામાં આવશે અને તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ 102 કરોડ જેટલી રકમ મંજુર કરવામાં આવી છે

મોરબીના રવાપર રોડથી સજનપરના માર્ગને હાલ 10 મિટર પહોળો અને ફોર લેન બનાવવાશે તેવો ધારાસભ્ય દુર્લભજી દેથરીયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે જોકે આ રોડ પર સૌથી માથાના દુખાવા સમાન સમસ્યા હોય તો રોડની બન્ને સાઈડ ખડકાયેલ દબાણ છે. આ દબાણ દુર કરવા અગાઉ ગ્રામ પંચાયતથી લઇ જિલ્લા કક્ષાના તંત્ર દ્વારા રોડની બન્ને સાઈડ ખડકાયેલ દબાણ દુર કરવા હિંમત કરી શક્યા નથી અને તેનું એક કારણ રાજકીય દબાણ છે મોરબીના રાજકીય આગેવાનોની દબાણ હટાવવાની ઈચ્છા શક્તિ ન હોય તેમ આજ દિન સુધી કોઈ એક્શન લેવાયા નથી હવે દુર્લભજી દેથરિયા દ્વારા આ રોડ 10 મિટર પહોળો કરવાનો દાવો કરાયો છે તો આ દાવો ખરેખર સાચો બનશે ? કે પછી આજ સુધી જેમ અ રોડ લોલમ લોલ ચાલ્યું છે તેમ ચાલશે તે જોવાનું રહ્યું ?

આવી જ હાલત લખધીરપુર કાલિકાનગર નીચી માંડલની છે ઔદ્યોગિક વિસ્તારને જોડતા રોડ પર દિવસ રાત હજારો ટ્રક માટી અને કન્ટેનર ભરીની નીકળતા હોય છે જેના કારણે રોડની ગુણવતા જળવાય તે જરૂરી છે કારણ k ગુણવતા વિહીન રોડ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગણતરીના મહિનામાં ધૂળ ધાણી થઇ જતા હોય છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW