મોરબી નગરપાલિકા છેલ્લા કેટલાય વર્ષોથી નિયમ નેવે મૂકી આડેધડ બાંધકામ ખડકી દેવામાં આવતી હોવાની ફરિયાદો વચ્ચે હાઇકોર્ટના આદેશ બાદ સુષુપ્ત પાલિકાની ઊંઘ ઉડી હતી અને એક બાંધકામ નિર્માણ માટે આપેલી મંજુરી રદ કરી દીધી હતી તો અન્ય એક બાંધકામ ને સ્ટે આપવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષો માં મૌન તંત્ર અને રાજકીય ઇચ્છ્શક્તિ ના અભાવ વચ્ચે થયેલ આડેધડ બાંધકામોથી એક સમય નું પેરીશ આજે નાર્કાગાર માં ફેરવાઈ ચુક્યું છે અને હવે જયારે તંત્ર અને રાજકારણ માં સળવળાટ જોવા મળ્યો છે ત્યારે મોરબીના સામુહિક હિત માટે તંત્ર અને રાજકારણ સક્રિય બની ને ખોટા દુષણો ડામી દે અને મોરબીને ફરી પેરીસ બનાવવા મોરબીને સરકાર દ્વારા ઝડપ થી કોર્પોરેશન અને અર્બન ઓથોરીટી આપે એવી માંગ માં પ્રાણ ફૂંકાયો છે
મોરબીમાં તાજેતર માં વહીવટદાર શાસન થી ચાલતી મોરબી નગરપાલિકા દ્વારા મોરબીના એવન્યુ પાર્ક પાસે એક બાંધકામ ની મંજુરી રદ કરવામાં આવી છે તો મોરબીની સરકારી સોસાયટી માં બની રહેલ એક કોમર્સિયલ કોમ્પ્લેક્ષ ના બાંધકામ ને સ્ટે આપવામાં આવ્યો છે તેવા સમયે મોરબીના ધારાસભ્ય કાન્તિભાઈ અમૃતિયાને મોરબીમાં ચાલતા આડેધડ બાંધકામ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે દુ:ખ સાથે જણાવ્યું કે મોરબીને અગાઉ નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે મોરબીને આપવામાં આવેલ મવડા ( મોરબી વાંકાનેર અર્બન ડેવલપમેંટ ઓથોરીટી )ને સીમિત કરવાની ઘટનાને પાપ ગણાવ્યું હતું તેમજ મોરબીની સ્થિતિ સુધારવા મોરબીને કોર્પોરેશન તેમજ અર્બન ઓથોરીટી આપવા ની દરખાસ્ત થઇ ગઈ હોવાનું આશ્વાસન આપ્યું છે.
કોંગ્રેસ ના આગેવાન પાસે પહોચ્યું ત્યારે કોંગ્રેસ આગેવાન કે ડી પડસુમ્બીયાએ મોરબીની સમસ્યાઓ માટે તંત્ર અને લોકો બંને ને જવાબદાર ઠેરવ્યા અને તેમણે પણ મોરબીને કોર્પોરેશન તેમજ મવડા આપવા માંગ કરી તેમણે આક્ષેપ પણ કર્યા કે તંત્ર મૌન રહ્યું છે બેરોકટોક ચાલતા બાંધકામો ને અટકાવવા તંત્ર એ જાતે ક્યારેય પહેલ કરી નથી જેના લીધે જ આજે ટ્રાફિક અને ચોમાસા માં પાણી ભરાવા જેવી સમસ્યાઓ વકરી છે
મોરબીની જનતા ત્રાહિમામ થઇ ઉઠી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષો માં રાજકીય ઓથ અને મૌન તંત્ર ના પાપે અનેક બાંધકામો નિયમો ની વિરુદ્ધ થઇ ચુક્યા છે નકશા માં દેખાડવામાં આવતા રસ્તા સ્થળ પર હોય જ નહિ કા તો નકશા માં દાખદાવામાં આવ્યા તેમનાથી નાના હોય પાર્કિંગ ની તો ક્યાય જગ્યા છોડવામાં આવતી જ નથી કમાઈ લેવાની લાલચ માં અનેક આવા બાંધકામો થઇ ચુક્યા છે જેના લીધે સમસ્યાઓ ઉકલવાના બદલે વધુ ગંભીર બનતી જાય છે ત્યારે જનતા માં અનેક રજુઆતો ની કોઈ અસર તંત્ર પર નહિ થતી હોવાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો તો મોરબીના એક આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા બિલ્ડરો , તંત્ર અને રાજકીય મિલીભગત થી આવા કૌભાંડ ચાલતા હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર શ્રીકાંત પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.
મોરબી શહેર અને આસપાસ વિસ્તારમાં નિયમ બદ્ધ રીતે બાંધકામ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે મોરબીને કોર્પોરેશન અને મવડા ની દરખાસ્ત થઇ ગઈ હોવાનું જણાવ્યું હતું તો આડકતરી રીતે ગેરકાયેસર બાંધકામ બાબતે કહ્યું કે જો કોર્પોરેસન અને અર્બન ઓથોરીટી અમલમાં આવે તો નિયમો મુજબ બાંધકામ થાય મોટા રોડ રસ્તા થાય અને ફરી એક વાર મોરબીને પેરીસ બનાવવાની દિશા માં આગળ વધી શકાય એવી આશા પણ વ્યક્ત કરી હતી

