શિયાળોની સિઝનમાં માળિયા મિયાણા અને હળવદ પંથકમાં નીલ ગાયની શિકાર પ્રવૃત્તિ વધી જતી હોવાની ફરિયાદ ઉઠતી રહે છે હજુ આઠ મહિના પહેલા હળવદ પંથકમાં કેટલાક શખ્સ દ્વારા નીલગાયનો શિકાર કર્યો હતો અને મોં પાયે માંસના જથ્થા સાથે ઝડપાયા હા ત્યાં વધુ એક નીલગાયના શિકાર થવાની ઘટના બની હતી વન વિભાગ દ્વારા આ અંગે કોઈ નક્કર એક્શન ન લેવામાં આવતા આવા તત્વોને મોકળું મેદાન ,મળી ગયું હોય તેમ લગી રહ્યું છે મોરબી જીલ્લામાં ફરી એકવાર નીલગાયના શિકારની ઘટના સામે આવી છે બનાવની મળતી માહિતી મુજબ માળિયા મિયાણા તાલુકાના વેણાંસર ગામમાં ગત રાત્રીના શિકાર ટોળકી ત્રાટકી હતી અને સીમ વિસ્તારમાં રાત્રીના ફાયરીંગ કરવામાં આવ્યું હતું અને નીલગાયનો શિકાર કરવામાં આવ્યો હતો ઘટનામાં એક નીલગાયનું મોત થયું હતું જયારે બીજી નીલ ગાયને ગંભીર ઈજા પહોચી હતી જે બાદ ગ્રામજનોએ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી

ઘટના બાદ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા માળિયા વન વિભાગની ટીમ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી અને શિકારીઓ દ્વારા અવારનવાર વેણાસર ગામની આસપાસ તથા પાદરમાં આવીને નીલગાય રોજડાનો શિકાર કરવામાં આવે છે ત્યારે રાત્રિના સમયે થયેલા બંદૂકના ધડાકાને પગલે ખેતરની આસપાસ કામ કરતા શ્રમિકોને તથા ગ્રામજનોને બંધુકથી ઘાયલ થવાની ભીતિ સતાવે છે. આ ઉપરાંત અચાનક બંધુકના પ્રચંડ ધડાકાને પગલે ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી. શિકારીઓ દ્વારા અવારનવાર આ પ્રકારે ખુલ્લેઆમ શિકાર કરવાને કારણે ગ્રામજનોના માથે પણ જોખમ તોળાઈ રહ્યો છે. જેથી સમગ્ર મામલે માળિયા પોલીસ દ્વારા વેણાસર ગામ ખાતે સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ ગામના સરપંચ અરજણભાઈ આહિરે કરી હતી

