Thursday, May 16, 2024
HomeGujaratસાબરકાંઠામાં અનોખા લગ્ન યોજાયા ! 75 વર્ષના વર અને 73 વર્ષની...

સાબરકાંઠામાં અનોખા લગ્ન યોજાયા ! 75 વર્ષના વર અને 73 વર્ષની વધુ લગ્નગ્રંથિથી જોડાયા છે

સાબરકાંઠા જિલ્લામાં એક અનોખા લગ્નન સામે આવ્યા છે… જેમાં 75 વર્ષના વર અને 73 વર્ષની કન્યા લગ્નગ્રંથિથી જોડાયા છે….. અને તેમના આ લગ્નમાં તેમના દીકરા – દીકરી તો ખરા પણ પૌત્ર અને પૌત્રીઓ પણ મન મૂકીને નાચ્યા હતા

વિજયનગર તાલુકાના નવાગામમાં 75 વર્ષના વર અને 73 વર્ષની કન્યાના ધામધૂમથી લગ્ન યોજાયા… અને તમને નવાઈ લાગશે કે આ લગ્નમાં તેમના દીકરા દીકરીઓ અને પૌત્ર પૌત્રીઓ સહિત 18 સભ્યો મન મૂકીને નાચ્યા હતા… તમને જાણીને નવાઈ લાગશે… પણ સાબરકાંઠા જિલ્લાના ગરાસીયા સમાજમાં આટલી ઉંમરે લગ્ન કરવા એ કોઈ નવાઈની વાત નથી… આજે યોજાયેલા નગજીભાઈ મંગળાજી રોજડ અને તેમની પત્ની વેચાતી બહેન અત્યાર સુધી લીવ ઇન રિલેશનશિપમાં જ રહેતા હતા… પરંતુ સમાજના રિવાજો મુજબ વિધિવત રીતે લગ્ન કર્યા ન હોય અને આવા દંપતીમાંથી જ્યારે કોઈ એકનું અવસાન થાય ત્યારે મરણોત્તર વિધિ નથી થઈ શકતી….ઉત્તર ક્રિયા માટે કાયદેસર લગ્ન કરેલા હોવા જોઈએ…ત્યારે અત્યાર સુધી લીવ ઇન રિલેશનમાં રહેલા આ દંપતીએ જીવનની આથમથી ઉંમરે લગ્ન કરી સમાજના રીતી રિવાજોને જીવંત રાખ્યા હતા… અને જીવનની સંધ્યાએ યોજાયેલા આ દંપતીના લગનમાં આખું ગામ ઉમટ્યુ હતું….ઢોલ નગારા સાથે મંગળ ગીતો ગવાયા હતા…અને વાજતે ગાજતે સંતાનોએ માતા-પિતાના આ લગનને વધાવ્યા હતા..

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,957FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW