31 ડીસેમ્બરમાં બુટલેગર દ્વારા મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવાની ફીરાકમાં હોય આ હેરાફેરી નિષ્ફળ બનાવવાં પોલીસે અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કડક કર્યું હતું જીલ્લામા સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરી હતી આ ડ્રાઈવના ભાગરૂપે મોરબી એલસીબી પી આઈ ડી એમ ઢોલ અને તેની ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે વાંકાનેરથી માળિયા તરફ જતા એક ટેન્કરમાં ચોર ખાનું બનાવી મોટા પાયે દારૂની હેરાફરી થઇ રહી હોય જેથી આ બાતમી આધારે વાહનોની ચકાસણી કરી હતી દરમિયાન ટેન્કરને રોકાવી ડ્રાઈવરની પૂછ પરછ કરતા તેની હરકત શંકાસ્પદ જણાતા તેની પૂછ પરછ કરી તલાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ૫૯૬૪ બોટલ વિદેશી દારૂ ભરેલી 226 પેટી પકડી પાડી હતી જે બાદ ટેન્કર ચાલકની અટકાયત કરી હતી આરોપીની પૂછપરછ લક્ષમણ રામ જંજારામ જાટ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી આરોપીની પૂછ પરછ કરતા દારૂ જયદીપ જાટે મોકલાવ્યા હોવાનું સામે આવ્યું હતું જોકે આ દારૂ કોણે મોકલાવ્યા તે અંગે કોઈ માહિતી સામે આવી હતી

