HomeGujaratઅનામતથી અન્યાય ? સોશ્યલ મીડિયામાં પત્ર થયો વાયરલ

અનામતથી અન્યાય ? સોશ્યલ મીડિયામાં પત્ર થયો વાયરલ

ભૂતકાળમાં સામાજિક અસમાનતા, જ્ઞાતિઓમાં ઉચનીચના ભેદ અને શિક્ષણ પ્રત્યે વંચિત રહેલા પછાત અને છેવાડાના લોકોની સામાજિક ભાગીદારી વધે તેવા ઉદેશથી ભારતમાં શિક્ષણ ક્ષેત્રે નોકરી અને રાજકીય ક્ષેત્રમાં અનામતનો લાભ આપવામાં આવ્યો હતો જોકે અનામત લાગુ થયા બાદથી આજ દિન સુધી અનામત મેળવતા વર્ગ અને ન મેળવતા વર્ગ વચ્ચે અન્યાયની લાગણી વ્યક્ત થતી હોય છે અનામત ન મળતા લોકો તરફથી વધુ માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજોમાં કે નોકરી ન મળતી હોવાની લાગણી વ્યક્ત કરતા વિડીયો કે પત્ર સામે આવતા હોય છે તો અનામત મેળવતા વર્ગ દ્વારા એવી લાગણી વ્યક્ત કરતા હોય છે કે હજારો વર્ષોથી અન્યાય સહન કર્યા બાદ હવે ધીમે ધીમે સમાજના પ્રવાહમાં આવી રહ્યા છે જોકે આજ દિન સુધી અનામત જે પ્રમાણે લાગુ થવી જોઈએ તે રીતે મળતી નથી મેનેજમેન્ટ ક્વોટા એન આર આઈ સીટ જેવી અલગ અલગ છીંડા મૂકી સીટ ઘટાડી દેવતા અનામત મેળવતા લોકો ને અન્યાય કરવમાં આવતો હોય છે જોકે આ દલીલમાં કોણ સાચું કોણ ખોટું તે ખુદ સરકાર અને કોલેજ કે યુનીવર્સીટીઓ જ જાણે

જોકે અલગ અલગ સમયે વાયરલ થતા મેસેજ વચ્ચે સોશ્યલ મીડિયામાં ફરી એકવાર એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં કોઈ નામ કે ઓળખ વિના ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 81 ટકા આવવા છતાં સરકારી કોલેજમાં પ્રવેશ મળી શક્યો નથી તેના પિતાની આવક પણ માત્ર ૨૫ હજાર હોય જયારે અનામત મેળવતા વર્ગની વિધાર્થીની ને 41 ટકા મળવા છતાં પ્રવેશ મળી ગયો છે અને તેના પિતાની 60 હજારની આવક હોય આમ અનામતથી તેને અન્યાય થયો હોય જેથી આ અનામત નીતિના કારણે ભવિષ્યમાં તેને અન્યાય થતા આગામી દિવસમાં મતદાન નહી કરે તેવો બળાપો ઠાલવ્યો હતો

જોકે આ પત્ર ક્યારનો છે ? કોણે લખ્યો ? તે અંગે ની કોઈ માહિતી સામે આવી શકી નથી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW