ઓપન ગુજરાત એથ્લેટીક્સ ચેમ્પિયન રાજકોટ દ્વારા આયોજીત રાજકોટ ખાતે અલગ અલગ કેટેગરીમાં દોડ સ્પર્ધાનું આયોજન કર્યું હતું આ સ્પર્ધા અંતર્ગત યોજાયેલી 400 મીટર દોડ સ્પર્ધામાં મોરબીના ઓમનગર(ખારચિયા)ગામના અને મોરબી નવયુગ વિધાલયમાં ધો.9 માં અભ્યાસ કરતાં એવા શેરસિયા સ્મીત મનોજભાઇએ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. ઉગતી પ્રતિભા એવા સ્મીતભાઈ એ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ સ્મીતભાઈ એ ઓમનગર ગામ તથા નવયુગ સ્કુલ નું નામ સમગ્ર રાજ્યમાં રોશન કરતા ચોતરફથી અભિનંદન વર્ષા થઇ રહી છે.

