HomeGujaratસ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિને અનુલક્ષી 1100 કુંડી વૈદિક યજ્ઞ યોજાશે

સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિને અનુલક્ષી 1100 કુંડી વૈદિક યજ્ઞ યોજાશે

મોરબી જિલ્લાના પનોતા પુત્ર અને સમાજ ના સ્થાપક એવા સ્વામી દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જયંતિને ધ્યાને લઇ આજે આર્ય સમાજ દ્વારા ઠેર ઠેર ઉજવણી માટે તૈયારી શરુ કરી દેવાઈ છેગુલામી માંથી મુક્તિ અને વેદ તરફ પાછા વળો નું સૂત્ર આપનાર સ્વામી દયાનંદ સરસ્વતી અગામી 12 ફેબ્રુઆરી 2024ના રોજ 200 મી જન્મ જયંતિએ ટંકારા ખાતે પણ ઉજવણી કરવાનું આયોજન થઇ રહ્યું છે.
ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જયંતિના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત 1100 કુંડી વૈદિક મહા યજ્ઞનું આયોજન કરવા આવી રહ્યું છે મોરબી નજીક રવાપર ઘુનડા અને એસપી રોડ વ્ચ્ચ્ચે આવેલા આર્યુભુમી પ્રભુ રત્ન પાર્ટી પ્લોટ પાછળ તા 24 ડીસેમ્બરના રોજ સવારે 7:30 થી 10 વાગ્યા સુધી વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તો 10 વાગ્યા થી 12 વાગ્યા સુધી ધર્મ સભા અને પ્રવચન તેમજ આશીર્વચનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં કરવામાં આવશે આ તકે સ્વામી આત્માનંદ સરસ્વતી આશીર્વચન આપશે ઉદગીથ આશ્રમ હિમાચલ પ્રદેશના સ્થાપક આચાર્ય આર્ય નરેશજી ઉપસ્થિત રહેશે
આં વૈદિક યજ્ઞમાં જોડાવવા તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેના માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ રાખવામાં આવ્યો નથી વ્યવસ્થાના ભાગરૂપે નોધણી કરવી જરૂરી છે જેથી યજ્ઞમાં બેસવા માંગતા લોકોને એસપી રોડ ખાતેના ધ વન અપ પાસેની દુકાન નંબર 2 પાસેથી ફોર્મ મેળવી કાર્યાલયમાં જમાં કરાવવાનું રહેશે અને સવારે 9 થી 12 એ સાંજે 4થી 6 જમા કરાવવા અપીલ કરવામાં આવી છે વધુ માહિતી માટે 6354045457 પર સસંપર્ક કરવા જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW