HomeGujaratમહિલા સાથે મૈત્રી કરારમાં રહેતા યુવકનું અપહરણ, પોલીસે જસદણ થી છોડાવ્યો

મહિલા સાથે મૈત્રી કરારમાં રહેતા યુવકનું અપહરણ, પોલીસે જસદણ થી છોડાવ્યો

વર્ષાબેન હરેશભાઈ કરમટા નામની મહિલા રમેશ ખોડાભાઇ નાગહ નામના યુવાન સાથે મૈત્રી કરાર કરીને છેલ્લા બે માસથી મોરબીના રવાપર ગામની ઉમિયા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હોય અને વર્ષાબેનના પતિ અને તેના પરિવાર આં મૈત્રી કરાર થી નારાજ હોય અને તેનો ખાર રાખી વર્ષાબેન પતિ હરેશભાઈ હામાભાઈ કરમટા અને તેનાં સંબંધી તેની શોધખોળ કરી રહ્યા હતા દરમિયાન આં બન્ને વ્યક્તિ મોરબીના રવાપરમાં ભાડે રહેતા હોવાની જાણ થતાં ગઈ કાલે કેટલાક શખ્સો ઇકો ગાડીમાં ધસી આવ્યા હતા અને તેના ઘરથી રમેશ ખોડાભાઇ નું અપહરણ કરી લઇ ગયા હતા અને રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભડલી ગામની સીમમાં આવેલા ભૂપતભાઇ ઘેલાભાઈ આલ ની વાડીમાં લઇ ગયા હતા અને તેને દોરડા વડે બાંધી દીધો રમેશ ભાઈના અપહરણ અંગે વર્ષાબેન દ્વારા એ ડિવિઝન પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી હતી અને એલસીબી એસઓજી સહિતની ટીમ સક્રિય થઈ ગઈ હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન ઘટના માં વપરાયેલ શંકાસ્પદ ઇકો કાર ની શોધખોળ હાથ ધરી હતી. અને ટેકનિકલ ટીમ ની મદદ લઈ હાઇવે આસપાસના સીસીટીવી કેમેરા ના ફૂટેજ મેળવી તપાસ કરતા કરતાં કાર રાજકોટ જિલ્લા તરફ જતી હોવાનું જાણવા મળ્યુ હતું જે બાદ પોલીસે શોધખોળ આદરી હતી. જે બાદ રમેશભાઇ જસદણ તાલુકાના ભડલી ગામની સીમમાં હોવાની બાતમી મળી હતી જે બાદ પોલીસે સ્થાનિક પોલીસ ને સાથે રાખી તાત્કાલિક યુવકને છુપાવી રાખ્યો હતો તે સ્થળે પહોંચ્યા હતા અને તેને છોડાવ્યો હતો. તેમજ આ ઘટનામાં સંડોવાયેલા ૭ આરોપી હા મા પાંચાભાઇ કરમટા, ભુપત ઘુઘા ભાઈ આલ, લાલજી વેરસિ ખાંભલા, ભરત જીવણ કરોતરા, શક્તિસિંહ મહોબતસિંહ વાળા સંજય રાયા ભાઈ મીઠાપરા, અશોક ગોરધનભાઈ ધરજીયા સહિતના ઝડપી લીધા હતા અને તમામની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી જોકે હરેશ હામાં ભાઈ કરમટા, માંત્રા હમાભાઇ કરમટા નામના આરોપીઓ ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.યુવકના અપહરણ અંગેની જાણ થતાં મોરબી એ ડિવિઝન હકૂમતસિંહ જાડેજા પી એસ આઈ એ વી પાતળીયા,એલસીબી એસઓજી સહિતની ટીમની સક્રિયતા થી અપહરણનો ગુન્હો વહેલી તકે ઉકેલાય ગયો હતો.અને મોટી ઘટના બનતી અટકી ગઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW