HomeGujaratમોરબીમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે લઘુતમ તાપમાન 13 ડીગ્રી સુધી ગગડવાની આગાહી

મોરબીમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે લઘુતમ તાપમાન 13 ડીગ્રી સુધી ગગડવાની આગાહી

મોરબી જીલ્લામાં હાલ શિયાળો બરાબર જામી ગયો છે વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે તો દિવસ દરમિયાન પણ તાપમાન હુંફાળું રહેતા એકંદરે લોકોને ગરમી થી રાહત મળી ગઈ છે જોકે આ વર્ષે અલનીનોની અસરના કારણે રાજ્યમાં ડીસેમ્બર મહિનામાં એક સપ્તાહ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં અગાઉના વર્ષમાં જેટલી ઠંડી પડી હતી તે મુજબ હજુ સુધી ઠંડી નોધાઇ નથી. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં ઠંડીનું જોર વધશે તેવી સંભાવના વ્યક્ત કરી છે અને તેની શરુઆત પણ શનિવારથી થવા લાગે તેવી શકયતા વ્યક્ત કરી છે. 9 ડીસેમ્બરથી 13 ડીસેમ્બર સુધીમાં ઠંડીનું પ્રમાણ વધશે આ સમય ગાળા દરમિયાન લઘુતમ તાપમાન 13 ડીગ્રીથી 15 ડીગ્રી વચ્ચે જયારે મહતમ તાપમાંન 30 ડીગ્રીની આસપાસ રહેશે આ ઉપરાંત ઉતર પૂર્વ તરફથી ફૂંકાતા ઠંડા પવનની પણ ઝડપમાં વધારો થાય તેવી શક્યતા છે જેના કારણે દિવસ દરમિયાન વાતાવરણ ઠંડીનો અહેસાસ થશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW