મોરબીના બેલા ગામની સીમમાં બે દિવસ પહેલા ખોખરા ધામ ખાતે આવેલા ફુયુઝન ગ્રેનટો નામની ફેક્ટરીમાં કામ કરતા અંબરિસ નારાયણ સરકાર નામના યુવકનો યુવક વહેલી સવારે કુદરતી હાજતે જવા ગયો હતો તે દરમીયાન રસ્તામાં અજાણ્યા શખ્સ દ્વારા છાતીના ભાગમાં તિક્ષણ હથિયારના ઘા ઝીંકી પતાવી દેવાયો હતો જે બાદ તેની લાશ ત્યાં મૂકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.આં બનાવ માં પોલીસે મૃતકના ભાઇની ફરિયાદ નોધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન પોલીસે ટેકનિકલ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આં ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો અને આં ઘટનામાં ત્રણ સગીરને ઝડપી લીધા હતા ત્રણેયની અટકાયત કરી પૂછપરછ કરતાં તેઓએ લુંટના ઇરાદે હત્યા કરી હોવાનું પ્રાથમિક પૂછ પરછ દરમિયાન જણાવ્યું હતું પોલીસે તમામ આરોપીને પકડી તેમને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવા અંગેની તજવીજ હાથ ધરી હતી.

