HomeGujaratમોરબીમાં પ્રદુષણ વધારતા પેટકોકનો વપરાશ કરતી 6 ફેક્ટરી પકડાઈ,ક્લોઝર નોટીસ

મોરબીમાં પ્રદુષણ વધારતા પેટકોકનો વપરાશ કરતી 6 ફેક્ટરી પકડાઈ,ક્લોઝર નોટીસ

સિરામિક ઉદ્યોગમાં પ્રદુષણ ઓકતા પેટકોક વપરાશ પર પ્રદુષણ વિભાગ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં કેટલીક કંપની દ્વારા પેટકોકનો વપરાશ કરતા હોવાનું સામે આવતા મોરબી જીલ્લાની જીપીસીબીની ઇન્ચાર્જ અધિકારી મહેન્દ્ર સોની અને તેની ટીમ દ્વારા ૬ જેટલી ફેકટરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન આ ફેકટરીમાં પ્રતિબંધિત કોલસા એવા પેટકોક નો વપરાશ મળી આવ્યો હતો. જે ફેકટરીમાં પ્રતિબંધિત પેટકોક મળ્યું છે તેનું નામ સેમસંગ સિરામિક.સીલીકોન સિરામિક રીકોન સિરામિક, જેન્યુઈન સિરામિક ક્રિષ્ના વિજય સિરામિક, શિવાય ટેરાકોટા ઇન્ડસ્ટ્રી સહીતની ફેક્ટરીના નામ ખુલ્ય હતા આ તમામ ફેક્ટરી ના સંચાલકોને જીપીસીબી દ્વારા પેટકોક વપરાશ બદલ ક્લોઝર નોટીસ ફટકારી હતી તેમજ આ અંગેનો રીપોર્ટ ગાંધીનગર ખાતેની કચેરી દ્વારા રીપોર્ટ કરવામાં આવતા ગાંધીનગર કચેરી દ્વારા પણ દંડ ફટકારવાની કામગીરી શરુ કરવામાં આવ્યું છે.

મોરબીમાં હજારોથી વધુ સિરામિક ફેક્ટરી આવેલી છે અને જેમાંથી કેટલીક ફેક્ટરીના સંચાલકો ખર્ચ બચાવવા ખોટા રસ્તા અપનાવી રહ્યા છે અને પ્રતિબંધિત ચીજ વસ્તુઓનો ઇંધણ તરીકે વપરાશ કરવામાં આવતા હોય છે. ત્યારે તંત્ર આ મામલે જીપીસીબી સતત ચકાસણી ચાલુ રાખે અને એક્શન લે તેવી અપેક્ષા રાખવમાં આવી રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW